માંગ:ઝાલોદમાં કોવિડ હોસ્પિટલો આગળ ડિવાઈડરમાં તાત્કાલિક કટ છોડવા કલેક્ટરને રજૂઆત કરાઈ

By | April 30, 2021

ઝાલોદ નગરમાં કોવિડ હોસ્પટલો આગળ તાત્કાલિક ડિવાઈડરમાં કટ મુકવા માટે કલેકટર અને પ્રાંત અધિકારીને ડોક્ટરો દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ઝાલોદ નગરમાંથી પસાર થતાં હાઇવેના રસ્તા ઉપર બસ સ્ટેશનથી લઈને ઠુંઠીકંકાસીયા ચોકડી સુધી ડિવાઈડર ઉભા કરવામાં આવ્યા હતા.આ હાઈવેને અડીને જ રાધિકા હોસ્પિટલ,ધૂન હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલ આવેલા છે.આ હોસ્પટલો આગળના ડિવાઈડરમાં કટ મુકવા બાબતે અગાઉ પણ જવાબદાર વિભાગોને લેખિતમાં રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.હાલમાં આ હોસ્પિટલોમાં કોવીડની સારવાર ચાલી રહી છે.પરંતુ રાધિકા હોસ્પિટલ,ધૂન હોસ્પિટલ અને સંજીવની કોવીડ હોસ્પિટલો આગળના ડિવાઈડરમાં કટ ન હોવાના કારણે કોવીડની સારવાર માટે આવતા દર્દીઓને પારાવાર હાલાકી પડી રહી છે.ડિવાઈડરમાં કટ ન હોવાના લીધે કોરોનાના દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સોને ફરજીયાત આગળની ચોકડીઓ પરથી ફરીને આવવું પડતું હોવાના લીધે ઇમર્જન્સી સમયે તો દર્દીઓના જાનને ખતરો રહે છે, તેમ જણાવ્યું હતું. તેમજ તાત્કાલિક કોવીડ હોસ્પટલો આગળ દર્દીઓના હિતમાં તાત્કાલિક કટ મુકવા ડોકટરો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *