સુવિધા:સાંસદના પ્રયાસોથી રાછરડામાં કોવિડ કેર સેન્ટરનો આરંભ થયો

By | April 30, 2021

દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા કોરોનાની પ્રાથમિક અસરના દર્દીઓ માટે રાછરડા ગામે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોવિડ કેરના ઉદ્દઘાટન ટાણે દાહોદ કલેક્ટર વિજય ખરાડી, ભાજપ અગ્રણી સુધીરભાઈ લાલપુરવાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓના સતત નિરિક્ષણ માટે મેડિકલ સ્ટાફ, બે ટાઇમ નાસ્તો તથા ભોજન, મેડિકલ કીટ તેમજ ઉકાળા તથા જરૂરી દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેનાર છે. દર્દીઓને નાસ્તા, જમવાની તથા આયુર્વેદિક ઉકાળાની વ્યવ્સ્થા પણ આપશે. સંચાલન છત્રસિંહ બાકલીયા, રાકેશભાઇ બાકલીયા, મુકેશભાઇ ખચ્ચર, બળવંતસિંહ ખાસર્યા, સુરેન્દ્રસિંહ બાકલીયા, યોગેશભાઇ બાકલીયા, ગોવિંદભાઇ બાકલીયા, ભરતભાઇ સરતાણા, જીતેન્દ્રસિંહ ખાસર્યા તથા દીનેશભાઇ ચોર્યા દ્વારા કરશે. લબાના સમાજના ડૉક્ટરો દ્વારા ત્યાં મેડિકલ સેવાઓ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *